અંજાર: સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે દેશના 80 માં સ્વતંત્રના પર્વની ઉજવણી
Anjar, Kutch | Aug 15, 2026 આજરોજ : શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, અંજાર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ધ્વજવંદન, પરેડ, રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસતર, કારોબારી ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરીયા, શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ ઉદવાણી, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.