પોરબંદર: પોરબંદરના બોખીરામાં ચોરી: મુરલીધર પાર્કમાંથી 87,000 થી વધુની મત્તાની ચોરી
પોરબંદરના બોખીરા વિસ્તારમાં મુરલીધર પાર્ક ખાતે રહેણાંક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોર સોનાના દાગીના અને રોકડ સહિત કુલ 87,176 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ઉદ્યોગનગર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.