તારાપુર: ખંભાત: તારાપુર-પલોલ માર્ગ પર નીલગાય અચાનક કાર સામે આવી જતાં ટક્કરથી અકસ્માત, કારના ફૂરચા ઉડ્યા
Tarapur, Anand | Aug 11, 2026 તારાપુર પલોલ માર્ગ પર કાર અને નીલગાય વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ભારે પાયે ફૂરચા ઉડી ગયા હતા. જો કે,સદનશીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ નહોતી.કારની જોરદાર ટક્કરના કારણે માર્ગની બાજુમાં આવેલી કાંસ (ખાડા)માં નીલગાય જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં નીલગાયને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.