ખંભાળિયા: જામખંભાળિયામાં દિવ્યાંગજનો માટે યોજાયો નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પ
જામખંભાળિયાના સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો. સામાજિક ન્યાય વિભાગ અને ALIMCO દ્વારા આયોજિત આ કેમ્પમાં કૃત્રિમ અંગો અને વ્હીલચેર સહિતના સાધનો માટે લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા.