જામનગર: જામનગર મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, મિલકતો સીલ અને લાખોની વેરા વસૂલાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત અને પાણી વેરાની બાકી વસૂલાત માટે સઘન કાર્યવાહી કરવામાં આવી. પાંચ મિલકત સીલ કરી 5 નળ જોડાણ કાપ્યા. 41 આસામીઓએ 60.60 લાખથી વધુનો વેરો સ્થળ પર ભરપાઈ કર્યો, જ્યારે 15 આસામીઓએ 31.56 લાખના ચેક આપ્યા.