તળાજા: તળાજામાં 30 સપ્ટેમ્બરના ભાજપ પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમને લઈ આયોજન બેઠક યોજાઈ
તળાજા ખાતે તા. 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે, જેને લઈને તળાજા વિધાનસભા મતવિસ્તારની આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી કાર્યક્રમની તૈયારીઓ, વ્યવસ્થાઓ અને કાર્યકરોની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યક્રમમાં કાર્યકરોની વધુમાં વધુ ઉપસ્થિતિ રહે તે