તળાજા: તળાજા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ
તળાજા નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણી-2026ને લઈને આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. બેંકના સંચાલન માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન શરૂ થતાં જ બેંકના સભાસદ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે સભાસદો મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઉમેદવારો દ્વારા સભાસદોનો સંપર્ક કરી પોતાના મુદ્દાઓ અને સંકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. બેંકનો વિકાસ, સભાસદોને વધુ સા