કાલોલ: બાકરોલ નજીક દિલ્હી - મુંબઈ કોરીડોર હાઇવે પર અકસ્માત,અંકલેશ્વર થી ઉજ્જેન દર્શને જતાં એકનું મોત
દિલ્હી-મુંબઈ કોરિડોર હાઇવે પર કાલોલના બાકરોલ ગામ નજીક મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે વરના કારનો અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરથી ઉજ્જૈન દર્શનાર્થે જઈ રહેલા બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.