કલોલ: કોર્ટ કેસમાં સમાધાન ન કરતા દંપતી પર 5 લોકોનો હુમલો
કલોલમાં કોર્ટ કેસમાં સમાધાન ન કરવાને લઈને દંપતી પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. સિંધબાદ હોટલ પાસે 5 શખ્સોએ દંપતીને રોકી લાકડાથી માર માર્યો હોવાનો આરોપ છે. પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.