મહુવા: મહુવા પંથકમાં રાત્રે વૃદ્ધ દંપતીને નિશાન બનાવાયું: મહિલાના કાનમાંથી સોનાની ટોટી ઝૂંટવી
મળતી ફરિયાદ મુજબ, નાના આસરાણા પ્લોટ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય મનુભાઈ રામભાઈ નકુમ અને તેમના 70 વર્ષીય પત્ની દેવલબેન રાત્રે પોતાના ઘરની ઓસરીમાં ખાટલા પર સૂતા હતા. આ દરમિયાન તા. 15 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાના સમયે દેવલબેનના દેકારાથી મનુભાઈ જાગી ગયા હતા. તેમણે જોયું તો બે અજાણ્યા શખ્સો તેમની પત્નીના ખાટલા પાસે ઉભા હતા. બંને શખ્સોએ કાળા રંગ જેવા કપડાં પહેરેલા હોવાનું અને તેમની ઉંમર આશરે 30 વર્ષની આસપાસ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મન