તળાજા: સરતાનપર બંદરના દરિયા કિનારે અજાણ્યા યુવાનની લાશ મળતા ખળભળાટ
આજ રોજ તારીખ 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ બપોરે આશરે 1:20 કલાકે, તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે દરિયા કિનારે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. દરિયા કિનારે લાશ મળી હોવાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી. હાલમાં મૃતક યુવાનની ઓળખ અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. યુવાન કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું તે અંગેની હકીકત તપાસ બાદ જ સામે આવશે. ઘટનાની વધુ વિગત