ભુજ: માનકુવામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા અન્ય ચાર ફરાર
Bhuj, Kutch | Aug 15, 2026 માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશ્ચિમ કચ્છ LCB પોલીસે ગંણનાપાત્ર ધાનનીપાસા વડે રૂપિયા પર જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ચાર ફરાર થયા હતા પોલીસે સ્થળ પરથી ₹21,600 રોકડા અને 5 મોબાઇલ ફોન સહિત કુલ ₹3.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.