ધંધુકા: ધીંગડા ગુંદી ફાટક પાસે ST બસ પાણીમાં, ડ્રાઈવરની સતર્કતાથી મુસાફરો સુરક્ષિત
ધીંગડા ગુંદી ફાટક પાસે ST બસ પાણીમાં, ડ્રાઈવરની સતર્કતા થી મુસાફરો સુરક્ષિત. ધીગડા અને ગુંદી ફાટક વચ્ચે પાણી ભરાયેલા માર્ગ પર ST બસ ઉત્તરી ગઈ. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ધીંગડા અને ગુંદી ફાટક વચ્ચે પાણી ભરાયેલા માર્ગ પર ST દુર્ઘટના ઘટી. બસ ડાઇવર્ઝનના નિર્ધારિત માર્ગના બદલે નીચાણવાળા અને પાણી ભરાયેલા રસ્તા પર પહોંચી ગઈ હતી. સદનસીબે કોઈ જાન હાની થવા પામી નથી.