મહુવા: મહુવામાં સિંહ-દીપડાના વધતા આતંક સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ
આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભાઈ સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર અને વન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં સિંહ, દીપડા, રોજ અને ભૂદણા જેવા જંગલી પ્રાણીઓ વારંવાર રેવન્યુ વિસ્તારો અને ગામડાઓમાં આવી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે પાલતુ પશુઓ, ઘેટાં-બકરાં તેમજ માનવજીવન સામે જોખમ ઊભું થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનની મુખ્ય માંગ છે કે સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રેવન્યુ વ