તળાજા: તળાજામાં બે દેશી તમંચા સાથે બે શખ્સ ઝડપાયા, LCBની કાર્યવાહીથી ખળભળાટ
તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર LCBની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દિહોર જવાના રોડ પરથી દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા અને દીપક ઉર્ફે દીપભાઈ લાધવાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બંને શખ્સો પાસેથી દેશી બનાવટના બે તમંચા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને શખ્સોને વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.