ખંભાળિયા: જામ ખંભાળિયા: વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીના જીવન પર નાટક ભજવી સૌને મંત્રમુગ્ધ કર્યા
જામ ખંભાળિયાની શ્રી એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલ ખાતે નમો સેવા ગાથા અંતર્ગત વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા કાર્યો પર આધારિત નાટક રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના અભિનયની પ્રશંસા કરી હતી.