કલ્યાણપુર: દ્વારકાના માળી ગામમાં પોલીસની રેડ, જુગારનો મોટો અખાડો ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના માળી ગામમાં એલ.સી.બી.એ બાતમીના આધારે રેડ પાડી જુગારનો અખાડો પકડી પાડ્યો છે. રાણાભાઇ દેવાભાઇ જામની વાડીમાં ચાલતા આ જુગારના અખાડામાં પોલીસે આરોપીઓને ઝડપી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.