કાલુપુરમાં ૭૫ લાખની આંગડિયા છેતરપિંડીનો કેસ ઝોન-૩ LCBએ ઉકેલી નાખ્યો છે. આરોપીઓએ પૃથ્વીરાજ કોઠારીનું ખોટું નામ ધારણ કરી હૈદરાબાદના વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. પોલીસે મોડસિંગ રાજપુરોહિત અને ભરતગીરી ગોસ્વામીની ધરપકડ કરી ૨૫ લાખ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી મોડસિંગ વિરુદ્ધ અગાઉ ૨૦થી વધુ ગુના નોંધાયેલા છે.