જામનગર: જામનગરના દરેડ ગામમાં પરપ્રાંતિય યુવકની હત્યા, મૃતદેહ મળતા પોલીસ દોડતી
જામનગરના દરેડ ગામમાં એક પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. શનિવારે સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી મૃતદેહ બિનવારસુ હાલતમાં મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.