ભુજ: ભુજમાં દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Bhuj, Kutch | Aug 15, 2026 પશ્ચિમ કચ્છ LCB પોલીસે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક, કારતૂસ, મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ હથિયાર અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.