મહુવા: મહુવા નાગરિક સહકારી બેંક ચૂંટણીમાં બિપીનભાઈ સંઘવી પેનલનો ક્લીન સ્વીપ, 11માંથી 11 ઉમેદવાર વિજેતા
મહુવા નાગરિક સહકારી બેંકની 2026ની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ચર્ચા જોવા મળી છે. ગઈકાલે મતદાન બાદ રાત્રે શરૂ થયેલી મતગણતરી વહેલી સવારે પૂર્ણ થઈ હતી. ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારો વચ્ચે જંગ થયો હતો. જેમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પ્રેરિત બિપીનભાઈ સંઘવી પેનલના તમામ 11 ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે પૂર્વ મંત્રી આર.સી. મકવાણા પ્રેરિત ભરતભાઈ ઠાકર પેનલના ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. વિજેતા ઉમેદવારોમાં અમી