વિજાપુર: ફુદેડા ગામે યોજાયો ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ
મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો. જેમાં બાળકોને કિટ વિતરણ, પોષણ ચેમ્પિયનનું સન્માન અને આંગણવાડી કાર્યકરોનું સન્માન કરાયું હતું.