લખપત: કચ્છના સરહદી લખપત તાલુકાના ફુલરા ગામે ₹૧.૩૯ કરોડના ખર્ચે બનનારી નૂતન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સંપન્ન
Lakhpat, Kutch | Aug 15, 2026 કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકામાં શિક્ષણ અને માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે વિકાસ કાર્યોનો ધમધમાટ તેજ બન્યો છે. લખપત તાલુકાના ફુલરા ગામે રૂપિયા ૧ કરોડ ૩૯ લાખના માતબર ખર્ચે નિર્માણ પામનારી નૂતન પ્રાથમિક શાળાના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.