ગાંધીનગર: અમદાવાદ વાઈબ્રન્ટ નવરાત્રીમાં ફી વસૂલાતને લઈને AAPનો સરકાર પર આકરો પ્રહાર
અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રીના આયોજનમાં પ્રવેશ માટે ફી વસૂલવા સામે AAP મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરીયાએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ ઘટનાને પર્વનું વેપારીકરણ ગણાવી ફી બંધ કરવા અને ખેલૈયાઓની સુરક્ષા વધારવાની માંગ કરી છે.