કવાંટ: નાની ટોકરીમાં ટ્રેક્ટરની બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો
છોટાઉદેપુરના નાની ટોકરી ગામે ટ્રેક્ટરમાંથી 8,500ની બેટરી ચોરી કરનાર શખ્સને પાનવડ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. પોલીસે ચોરાયેલી બેટરી અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.