વઘઇ: ડાંગમાં ભગવાન બીરસા મુંડા બસ સેવા હેઠળ 7 નવી બસોનું લોકાર્પણ
ડાંગ જિલ્લામાં પરિવહન સુવિધા વધારવા માટે ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા હેઠળ 7 નવી બસો શરૂ કરવામાં આવી છે. આહવા ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.