ગોધરા: ગોધરા શહેરમાં મહિલાઓના ફોટા મોર્ફ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર વિરુદ્ધ સાયબર ગુનો નોંધાયો
ગોધરા શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓની છબી ખરડવાના ગંભીર કિસ્સામાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાયબર ગુનો નોંધાયો છે. આરોપીએ એક પરિવારની મહિલા સભ્યોના સાદા ફોટા મેળવી, તેમાં ગેરકાયદેસર છેડછાડ કરી અશ્લીલ સ્વરૂપે ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યા હતા. આ ઉપરાંત ફોટા સાથે મહિલાઓના નામ, પરિવારજનોના નંબર અને અશ્લીલ ટિપ્પણીઓ પણ પોસ્ટ કરવામાં આવી હતી. પીડિત પરિવારની ફરિયાદના આધારે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસે આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી