ગાંધીનગર: 6 મહિનાથી ફરાર આરોપી સરગાસણથી ઝડપાયો
ગાંધીનગર સેક્ટર-7 પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે 6 મહિનાથી ફરાર સજા પામેલા આરોપી મહેન્દ્રસિંહ રતનસિંહ પરમારને સરગાસણથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.