છોટાઉદેપુર: ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
છોટાઉદેપુરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જિલ્લા સેવા સદન ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી બાદ અધિક કલેક્ટરને આવેદન અપાયું.