અંજાર: દુધઈમાં ગાંધીજયંતિ નિમિત્તે ગ્રામસભા યોજાઈ
Anjar, Kutch | Oct 2, 2026 મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે તા.2 ઓક્ટોબરે દુધઈ ખાતે ગ્રામસભા યોજાઈ હતી. અંજાર તાલુકા પંચાયત કચેરી તરફથી મેહુલ વ્યાસ (IRDP), તલાટી-મંત્રીશ્રી તથા પંચાયત સભ્યો પ્રેમિલાબેન સુથાર, હિતેશભાઈ દરજી અને કુંવરબેન પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામસભામાં ગામના પાણીના પ્રશ્નો, ગટર અને સફાઈ વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી, પ્રાથમિકતાના ધોરણે કામગીરીને ઝડપ આપવા તેમજ પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.