અંજાર: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કેક વર્કશોપ યોજાયો
Anjar, Kutch | Aug 13, 2026 લોહાણા મહાજનના સાનિધ્યમાં અખીલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની મહિલા પાંખ દ્વારા મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી બે દિવસીય કેક વર્કશોપ યોજાયો હતો.કેક બનાવવાની તાલીમ સાથે તેને વ્યવસાયમાં પરિવર્તિત કરવાની માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં વૈશાલીબેન કતીરા, ખ્યાતિબેન ચંદે, વર્ષાબેન ઠક્કર, અંજલીબેન કોટક તથા ખજાનચી પ્રીતિબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.