ગાંધીનગર: કલોલમાં સાઇબર ઠગાઈ: યુવકના ફોનમાંથી 95 હજાર રૂપિયા ઉપડ્યા
કલોલમાં મોબાઈલ ઓટો અપડેટ થયા બાદ ફોન હેક કરીને યુવકના ગુગલ-પે એકાઉન્ટમાંથી 95 હજાર રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે યુવકે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.