ઉના: ઉનાના કાજરડી ગામે ગેરકાયદે ખનીજ વહન કરતા ૩ ટ્રેક્ટર ઝડપાયા, ૧૫ લાખનો મુદ્દામાલ સીઝ
ગીર સોમનાથ ખાણ અને ખનીજ વિભાગની ટીમે ઉનાના કાજરડી ગામે કાર્યવાહી કરી ૩ ટ્રેક્ટર સીઝ કર્યા છે. આ ટ્રેક્ટર બિલ્ડીંગ લાઇમસ્ટોનનું બિનઅધિકૃત વહન કરતા હતા. કુલ ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જ્યારે ઊંટવાળા, પસવાળા અને પાતાપુર ગામમાં તપાસ દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી નથી.