ભુજ: કેરા મંદિરે રાપર સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યા હિંડોળાના દર્શન
Bhuj, Kutch | Aug 16, 2026 ભુજ તાલુકાના કેરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ પ્રસંગે રાપર સ્વામિનારાયણ મંદિરના સંતોએ કેરા મંદિરની મુલાકાત લઈ અદભુત હિંડોળાના દર્શન કર્યા હતા. હિંડોળાની સુંદર સજાવટ અને ભક્તિમય વાતાવરણથી સંતો અભિભૂત થયા હતા.