તારાપુર: ઇન્દ્રણજ GIDC ખાતે 35 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો નાશ કરાયો.
Tarapur, Anand | Aug 7, 2026 તારાપુર પોલીસ સ્ટેશનના ઇન્દ્રણજ GIDC ખાતે ખંભાત ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવેલા પરપ્રાંતીય વિદેશી દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન ખંભાત સિટી, ખંભાત રૂરલ, તારાપુર અને વિરસદ પોલીસ સ્ટેશનના કુલ 42 ગુન્હાઓનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 20,665 બોટલનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 35,20,991/- જેટલી છે.