તળાજા: અલંગ પોલીસે 3 આરોપીઓને ઝડપી રૂ.4.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
તળાજા તાલુકાના મણાર ગામે દિપ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી થયેલી કોપર વાયર અને લોખંડના ભંગારની ચોરીનો ભેદ અલંગ પોલીસે ઉકેલી કાઢ્યો છે. દિપ ઇન્ડસ્ટ્રીઝમાંથી 315 કિલો કોપર વાયર, જેની કિંમત રૂ.1.89 લાખ, તેમજ 250 કિલો લોખંડનો ભંગાર, જેની કિંમત રૂ.7,500 મળી કુલ રૂ.1,96,500ના મુદ્દામાલની ચોરી થઈ હતી. ચોરી અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સેલની મદ