ઉના: ગીર સોમનાથ: ગીરગઢડા પાસે એસ.ટી. બસનો ગંભીર અકસ્માત, 2 લોકોના મોત
ગીર સોમનાથના ગીરગઢડા નજીક બેડિયા પાસે ઝાલોદ-ઉના રૂટની એસ.ટી. બસનો ગંભીર અકસ્માત થયો છે. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે અને 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ઉનાની હોસ્પિટલમાં ખસેડાયા છે.