તારાપુર: તારાપુર ખાતે 'રાષ્ટ્રીય પોષણ માસ' અંતર્ગત 'આંગણ ઉત્સવ'ની અંતર્ગત બાળકો, માતાઓ અને ઉત્કૃષ્ટ સેવા આપનાર કાર્યકરોનું સન્માન
Tarapur, Anand | Sep 30, 2026 આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર દ્વારા 'રાષ્ટ્રીય પોષણ માસ' નિમિત્તે વિવિધ આંગણવાડી કેન્દ્રો પર 'આંગણ ઉત્સવ' કાર્યક્રમની ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.તારાપુર ઘટકના તમામ સેજાના ગામોમાં વિવિધ પોષણલક્ષી અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. તારાપુર તાલુકાની તમામ આંગણવાડીઓમાં ભૂલકાંઓ માટે ‘ચિત્ર સ્પર્ધા’ યોજાઈ હતી. જેમાં આંગણવાડી કેન્દ્રોમાં 3/6 વર્ષના નાનાં-નાનાં ભૂલકાંઓના સર્જનાત્મક અને બૌદ્ધિક વિકાસ થાય તે માટેનું આયોજન કરાયું.