જામનગર: જામનગરના મોડપર ગામમાં જુગારધામ પર દરોડો: 5.05 લાખનો મુદ્દામાલ કબજે
જામનગરના લાલપુર તાલુકાના મોડપર ગામમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપ્યા છે. પોલીસે 60 હજાર રોકડા, કાર, બે બાઈક અને મોબાઈલ મળી કુલ 5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.