તળાજા: તળાજા-ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રઝળતા પશુઓનો ત્રાસ યથાવત, અકસ્માતનો ખતરો વધ્યો
તળાજાથી ભાવનગર તરફ જતા સોમનાથ નેશનલ હાઈવે પર રઝળતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. તળાજા આસપાસના હાઈવે પર મોટી સંખ્યામાં ગાયો અને આખલાઓ રોડ પર બેસેલા જોવા મળી રહ્યા છે, તો કેટલીક વખત અચાનક પશુઓ રસ્તા પર આવી જતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. હાઈવે પર સતત ભારે વાહનવ્યવહાર વચ્ચે રોડ પર બેસતા પશુઓના કારણે અકસ્મતોનું જોખમ ગંભીર રીતે વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અચાનક પશુઓ વાહન સામે આવી જાય ત્યારે વાહનચાલક